સોનાના ભાવમાં આજે એટલે કે ગુરુવારે પણ વધારો જોવા મળ્યો હતો. જેના કારણે સોનું 58 હજારને પાર પહોંચી ગયું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 16 માર્ચે સોનું રૂ. 213 વધીને રૂ. 58,115 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું.
IIFL સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાનું કહેવું છે કે, શેરબજારમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવને કારણે સોનાને સપોર્ટ મળી રહ્યો છે. આ કારણે આ વર્ષના અંત સુધીમાં સોનું 65 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ભાવ જઈ શકે છે.
આજે કેરેટ મુજબ સોનાનો ભાવ
કેરેટ | ભાવ (રૂપિયા/10 ગ્રામ) |
24 | 58,115 |
23 | 57,882 |
22 | 53,233 |
18 | 43,586 |
ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો
જો 999 શુદ્ધતાની ચાંદીની વાત કરીએ તો આજે તેની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે ચાંદી 361 રૂપિયાના ઘટાડા સાથે 66,500 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. એક દિવસ પહેલા એટલે કે 15 માર્ચે ચાંદી 66,861 હજાર પર પહોંચી ગઈ હતી.
1 એપ્રિલથી માત્ર છ આંકડાવાળું હોલમાર્કિંગ સોનું વેચાશે
નવા નિયમ હેઠળ, 1 એપ્રિલથી છ અંકના આલ્ફાન્યૂમેરિક હોલમાર્કિંગ વિના સોનું વેચવામાં આવશે નહીં. જેમ આધાર કાર્ડમાં 12 અંકનો કોડ હોય છે, તેવી જ રીતે સોનામાં 6 અંકનો હોલમાર્ક કોડ હશે. તેને હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર એટલે કે HUID કહેવામાં આવે છે.
આ નંબર આલ્ફાન્યૂમેરિક હોઈ શકે છે એટલે કે આના જેવું કંઈક- AZ4524 હશે. આ નંબર દ્વારા એ જાણી શકાશે કે સોનું કેટલા કેરેટનું છે. દેશભરમાં સોના પર ટ્રેડમાર્ક આપવા માટે 940 સેન્ટર બનાવવામાં આવ્યા છે. હવે ચાર અંકનું હોલમાર્કિંગ સંપૂર્ણપણે બંધ થઈ જશે.
ઓલટાઈમ હાઈની નજીક સાનું
આજના ઉછાળા બાદ સોનું તેની ઓલ ટાઈમ હાઈની નજીક પહોંચી ગયું છે. ગયા મહિને 2 ફેબ્રુઆરીએ સોનું ઓલટાઈમ હાઈ પર હતું. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, ત્યારે સોનું 58 હજાર 882 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું.
More Stories
Tata Digital India Fund: डिजिटल युग में स्मार्ट निवेश का सुनहरा अवसर
Jio सिम वाले दें ध्यान, 1 अप्रैल से रिचार्ज करवाने पर नहीं मिलेगा ये ऑफर
अनंत अंबानी :- जामनगर रिलायंस से पैदल चलकर द्वारका जाएंगे अनंत अंबानी, किए जाएंगे कड़े इंतजाम