June 7, 2025

News Media

Save Time Live Better..!

wp32

યુઝર્સ વ્હોટ્સએપના મેસેજને એડિટ કરી શકશે : મેસેજ સેન્ડ કર્યાની 15 મિનિટ સુધી તમે એડિટ કરી શકશો, શરૂઆતમાં તો iOS યુઝર્સ જ આ ફીચરનો લાભ લઇ શકશે

વ્હોટ્સએપ યુઝર્સને ટૂંક સમયમાં મેસેજ એડિટિંગ ફીચર સુવિધાનો લાભ મળશે. આ ફીચરની મદદથી હવે કોઈને મેસેજ કર્યા બાદ યુઝર્સ ટેક્સ્ટમાં થયેલી ભૂલને ઝડપથી અને સરળતાથી સુધારી શકશે. જો કે આ ફીચર પર હજુ કામ ચાલી રહ્યું છે. વ્હોટ્સએપ એડિટ ફીચર ક્યારથી શરૂ થશે તે અંગે કંપની તરફથી ઓફિશિયલ માહિતી આપવામાં આવી નથી.

વ્હોટ્સએપના બીટા વર્ઝનમાં તમામ ડેવલપમેન્ટ પર નજર રાખતી વેબસાઈટ WABetaInfoએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, હાલમાં આ ફીચર iOS યુઝર્સ માટે જ લોન્ચ કરવામાં આવશે. જે બાદમાં એન્ડ્રોઈડ યુઝર્સ માટે પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. 

રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે યુઝરને મેસેજ એડિટ કરવા માટે માત્ર 15 મિનિટનો જ સમય મળશે. મેસેજ એડિટ કર્યા બાદ તેની સાથે ‘Edited Message’નું ટેગ લાગી જશે. જો મેસેજમાં ફેરફાર કરવામાં આવ્યો હશે તો મેસેજ રિસીવ કરનારને આ અંગેની જાણ થશે.

આ ફીચરથી શું ફાયદો થશે?
આપણે વ્હોટ્સએપ પર ગ્રૂપ કે પર્સનલ મેસેજ કરતી વખતે ઘણીવાર ભૂલો કરીએ છીએ. નવું ફીચર યુઝરને ભૂલ સુધારવાની તક આપશે. આ સાથે તમે સમયસર WhatsApp મેસેજને એડિટ કરી શકશો.

વિન્ડોઝ યુઝર્સ માટે નવી WhatsApp એપ લોન્ચ કરવામાં આવી છે
‘મેટા’ના સીઈઓ માર્ક ઝકરબર્ગે હાલમાં વિન્ડોઝ યુઝર્સ માટે વ્હોટ્સએપનું નવું વર્ઝન લોન્ચ કર્યું છે. આ નવી એપ દ્વારા ડેસ્કટોપ યુઝર્સ એકસાથે 8 લોકો સાથે વીડિયો કોલ અને વધુમાં વધુ 32 લોકો સાથે ઓડિયો કોલ કરી શકશે.

WhatsAppએ દાવો કર્યો છે કે નવી વિન્ડોઝ ડેસ્કટોપ એપ ઝડપથી લોડ થાય છે, જે WhatsApp અને Windows યુઝર્સને પરિચિત ઈન્ટરફેસ સાથે લોન્ચ કરવામાં આવશે. આ સાથે જ એપ્લિકેશનમાં મેસેજિંગ, મીડિયા અને કૉલ્સ માટે શોધ અને નવી સુવિધાઓમાં સુધારો કરવામાં આવ્યો છે, જેને WhatsAppએ સમય જતાં વધુ સુધારવાનું પણ વચન આપ્યું છે.