હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે,રાજ્યના હવામાનમાં મોટો પલટો આવશે તેમજ એપ્રિલ મહિનાની શરુઆતમાં માવઠાની સંભાવના રહેલી છે,અરબી સમુદ્રમાં ભેજને લીધે માવઠાની સંભાવના રહેલી છે તો કેટલાક ભાગમાં વાદળછાયુ વાતાવરણ રહેશે અને એપ્રિલ મહિનામાં આકરી ગરમી પડશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
10 એપ્રિલ સુધી મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચશે : અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે,10 એપ્રિલ સુધી મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચશે તો મોટા ભાગના જિલ્લામાં તાપમાન 41 ડિગ્રી ઉપર રહેશે અને એપ્રિલમાં ભારે આંધી અને તોફાની પવન ફૂંકાશે તો ભારે પવનોના લીધે કેરીના પાકને નુકસાન થઇ શકે છે,અને એપ્રિલ મહિનાના અંતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાશે.
કચ્છમાં 40 ડિગ્રી સુધી મહતમ તાપમાન નોંધાશે : અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે,મધ્ય ગુજરાત અમદાવાદ ,ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા, સહિત 41 ડિગ્રી સુધી ગરમી રહેશે તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, દમણ સહિતના વિસ્તારોમાં 42 ડિગ્રી સુધી ગરમી રહી શકે છે,સૌરાષ્ટ્રના ભાગોમાં અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, રાજકોટ સહિત 39 થી 40 ડિગ્રી રહેશે તો અગાઉ રાજ્યમાં નબળા પડેલા વેસ્ટર્ન ડિસ્ટર્બનસને લીધે માર્ચમાં ગરમી આકરી પડશે સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બનસને લીધે વાદળછાયું વાતાવરણ રહેશે.
ગુજરાતના ભીન્ન ભીન્ન ભાગોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે : અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં માર્ચના અંત સુધી, માર્ચના અંતથી અને એપ્રિલની શરૂઆત સુધીમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છાંટા પડવાની શક્યતાઓ રહેશે.આગામી દિવસોમાં ભારે પવનના તોફાનો અને ઝડપી પવનોની સાથે સાથે વરસાદ, મેઘ ગર્જના અને સમુદ્ર કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. જેમાં લગભગ તારીખ 28-29 અને 30માં ગુજરાતના ભીન્ન ભીન્ન ભાગોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે.
More Stories
ईद पर सलमान खान के दीदार, बुलेटप्रूफ बालकनी से भाईजान ने किया सलाम, जोड़े हाथ, एक झलक के लिए पेड़ पर चढ़े फैंस
आईपीएल पॉइंट्स टेबल
Navratri 2025: नवरात्रि व्रत रखते हुए अनजाने में होती हैं 5 गलती, गैस-एसिडिटी से हालत हो जाएगी बुरी