June 7, 2025

News Media

Save Time Live Better..!

Ambani-net-worth

વિશ્વના ટોપ-10 અબજોપતિઓની યાદી જાહેર કરી : ફેસબૂક, ગૂગલ અને માઇક્રોસોફ્ટને પછાડી એશિયામાં નંબર 1 અને વિશ્વમાં 9મા સૌથી ધનિક વ્યક્તિ બન્યા મુકેશ અંબાણી.

દુનિયાના ટોપ-10 અમીર વ્યક્તિ

બર્નાર્ડ આર્નોલ્ટ (ફ્રાન્સ)211 અબજ ડોલર
એલોન મસ્ક (અમેરિકા)180 અબજ ડોલર
જેફ બેઝોસ (અમેરિકા)114 અબજ ડોલર
લેરી એલિસન (અમેરિકા)107 અબજ ડોલર
વોરેન બફેટ (અમેરિકા)106 અબજ ડોલર
બિલ ગેટ્સ (અમેરિકા)104 અબજ ડોલર
માઈકલ બ્લૂમબર્ગ (અમેરિકા)94.5 અબજ ડોલર
કાર્લોસ સ્લિમ હેલુ (મેક્સિકો)93 અબજ ડોલર
મુકેશ અંબાણી (ભારત)83.4 અબજ ડોલર
સ્ટીવ બાલ્મર (અમેરિકા)80.7 અબજ ડોલર

ભારતીય અબજોપતિઓની સંખ્યા વધીને 169 થઈ
ફોર્બ્સની આ અબજોપતિઓની યાદીમાં કુલ 169 ભારતીયોના નામ છે. ગયા વર્ષે આ સંખ્યા 166 હતી. સંખ્યા ભલે વધારે હોય, પરંતુ તેમની કુલ નેટવર્થમાં 10%નો ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષની સરખામણીમાં તેમની નેટવર્થ $750 બિલિયનથી ઘટીને $675 બિલિયન થઈ ગઈ છે. આ ઘટાડા માટે ગૌતમ અદાણી સૌથી વધુ જવાબદાર છે.

અંબાણી-અદાણી પછી નાદરનો નંબર
આ યાદીમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પછી 25.6 અબજ ડોલરની નેટવર્થ સાથે શિવ નાદર ત્રીજા ભારતીય છે. સાયરસ પૂનાવાલા 22.6 બિલિયન ડોલરની નેટવર્થ સાથે ચોથા નંબરે અને લક્ષ્મી મિત્તલ 5માં નંબરે છે. છઠ્ઠા નંબરે સાવિત્રી જિંદાલ, સાતમા નંબરે દિલીપ સંઘવી, આઠમા નંબરે રાધાકિશન દામાની, નવમા નંબરે કુમાર મંગલમ બિરલા અને દસમા નંબરે ઉદય કોટક છે.