June 7, 2025

News Media

Save Time Live Better..!

hath-12

લાંબા સમય સુધી બેસી રહેવું નુકસાનકારક : સુગર લેવલ અને બ્લડ પ્રેશર વધશે પગમાં ઝણઝણાટી આવશે, દર 30 મિનિટે 5થી 10 મિનિટનો બ્રેક લો


આજની લાઇફસ્ટાઇલ અને વર્કફ્રોમને કારણે લોકો લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહે છે. લાંબા સમય સુધી બેસી રહેવાને કારણે આજકાલ મોટાભાગના લોકોને કમરના દુખાવાની ફરિયાદ થવા લાગી છે. આ દુખાવો ગરદનથી પીઠ સુધી અને તેના નીચેના ભાગમાં રહે છે.

આજની લાઇફસ્ટાઇલ અને વર્કફ્રોમને કારણે લોકો લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહે છે. લાંબા સમય સુધી બેસી રહેવાને કારણે આજકાલ મોટાભાગના લોકોને કમરના દુખાવાની ફરિયાદ થવા લાગી છે. આ દુખાવો ગરદનથી પીઠ સુધી અને તેના નીચેના ભાગમાં રહે છે.

ડો.શ્રીતેશ મિશ્રાના જણાવ્યા અનુસાર, લાંબા સમય સુધી બેસી રહેવાથી પીઠના નીચેના ભાગની માંસપેશીઓમાં ખેંચાણ આવે છે. ઘણી વખત લાંબા સમય સુધી બેસી રહેવાને કારણે જુના દુખાવાની સમસ્યા વધી જાય છે, જેથી કમર, પીઠ કે ગરદનમાં દુખાવો થાય છે. આજકાલ આ પ્રકારનાં કિસ્સાઓ વધુ જોવા મળી રહ્યા છે. આ પાછળનું કારણ એ છે કે, ઓફિસ કે ઘરમાં લાંબા સમય સુધી બેસી રહેવું, કસરત ન કરવી અને આરામદાયક જીવનશૈલી અપનાવવી. આટલું જ નહીં, લાંબા સમય સુધી બેસી રહેવાને કારણે લોકો ડાયાબિટીસ અને હૃદય સંબંધિત બીમારીઓનો ભોગ બને છે.

ઉભા રહેવાથી શરીરને આરામ મળે છે
જો પીઠ કે ગરદનમાં સતત કે સખ્ત દુખાવો થતો હોય તો લાંબો સમય બેસી રહેવાને બદલે થોડીવાર ઊભા રહો અને કરોડરજ્જુને આરામ આપો. લાંબા સમય સુધી બેસવાથી કરોડરજ્જુના જોડાણ પર દુખાવો થાય છે અને કેટલીકવાર કરોડરજ્જુમાં મોચ પણ આવી શકે છે. નિષ્ણાંતોનું માનવું છે કે, લાંબા સમય સુધી બેસી રહેવાથી જે દુખાવો થાય છે તેનું સૌથી મોટું કારણ એ પણ હોઈ શકે છે. માણસે સતત બેસી રહેવાને બદલે થોડી-થોડી વારે ઉભા રહેવું જોઈએ.

બ્લડ સર્ક્યુલેશનમાં અસર થશે, પગમાં કળતર થશે
બેસીને કામ કરવાથી બ્લડ સર્ક્યુલેશન પર સીધી અસર પડે છે. બેસવાથી બ્લડ સર્ક્યુલેશન ધીમી પડી જાય છે. જ્યારે ઊભા રહેવાથી શરીરની ચરબી બર્ન થઇ જાય છે. ઘણી વખત તમે અનુભવ્યું હશે કે લાંબા સમય સુધી બેસી રહેવાથી પગમાં તીવ્ર કળતર થાય છે. સામાન્ય ભાષામાં કહીએ તો ઘણી વખત પગ સુન્ન થઇ જાય છે અથવા નસ ચઢી જાય છે. ખરેખર, આવું એટલા માટે થાય છે કારણ કે કલાકો સુધી બેસી રહેવાથી શરીરનું બ્લડ સર્ક્યુલેશન ધીમું થવા લાગે છે. ઘણા લોકોને આ સમસ્યા વારંવાર થાય છે. ઊભા રહેવું અને ચાલવાથી પગની નસોમાં વાલ્વ સંકુચિત થવા લાગે છે, જે હૃદય અને સમગ્ર શરીરમાં બ્લડ સર્ક્યુલેશન​​​​​​​ કરવામાં મદદ કરે છે.

‘આઈ ટેક અ સ્ટેન્ડ’ નામના એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, જે લોકો ઓફિસમાં 66 મિનિટથી વધુ સમય સુધી ઊભા રહ્યાં હતા. તેઓને પીઠ અથવા ગરદનના ઉપરના ભાગમાં 54 ટકા ઓછો દુખાવો નોંધાયો હતો.